
બ્રેકિંગ ન્યુઝ:-/અંકલેશ્વર
અંકલેશ્વર થી નેત્રંગ નો મંજૂર થયું નેશનલ હાઇવે રોડ ક્યારે બનશે? પ્રજા પુછે છે તંત્ર ને સવાલ
અંકલેશ્વર થી નેત્રંગ રોડ ની બિસ્માર હાલત છેલ્લા કેટલાય વર્ષોથી છે , ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવામાં આવી છતાંય હજુ આ રસ્તા બાબતે કઈ પણ કરવામાં આવ્યું નથી ,
એટલો ખરાબ રસ્તો છે કે ખાડા માં રસ્તો આવે છે કે રસ્તામાં ખાડો વારંવારની રજૂઆત પછી માત્ર દેખાડા પૂરતા ખાડા પૂરવામાં આવ્યા હતા, તે પણ ઉબડ ખાબડ અને ફરી એજ હાલત માં આ રસ્તો આવી ગયો છે વાહન ચાલકો ની કમરના ના દર્દ વધી જાય અને વાહન નું મેન્ટનન્સ પણ વધી જાય એવી સ્થિતિ સર્જાઈ છે છતાંય તંત્ર હજુ ઘોર નિંદ્રા માં છે, અકસ્માતો ની વણજાર થાય એનો રાહ જુવે છે , થોડા દિવસ પેલા નેત્રંગ ખાતે ની શાળા માં ફરજ બજાવતા શિક્ષિકા નું મરણ થયું અને છતાંય આ તંત્ર હજુ કોની રાહ જોય ને બેઠુ છે , એ સમજાતું નથી
આ રસ્તા પર સરકારી અમલદાર પણ અવર જવર કરી રહ્યા છે છતાં પણ તેઓ પણ આને નજર અંદાજ કરી રહ્યા છે ,
ચાલતા વાહન પરથી રસ્તો કેવો હસે એ અંદાજ આવે છે તંત્ર ઘોર નિંદરામાં થી જાગે અને નેશનલ હાઇવે બનાવાનું કામ જલ્દી થી શરુ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર: વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ


