
અપનાવ્યો, જેના પરિણામે આજે રાજ્યના શહેરો વૈશ્વિક સ્તરે ‘વેલ-પ્લાન્ડ ડેવલપ્ડ સિટી’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સરકારશ્રી દ્વારા રૂ.400 કરોડથી વધુના વિકાસના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વધુમાં મંત્રીશ્રીએ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર શહેરમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને શહેર હરિયાળું બને તે દિશામાં પ્રયત્ન કરવા જણાવ્યું હતું.
આ તકે સુરેેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જી.આઈ.ડી.સી.વઢવાણ સાથે રેવન્યૂ શેરીંગ કરવા બાબતે ખજ્ઞઞ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સુરેેન્દ્રનગર મહાનગરપાલિકાના સુર્વણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી. 88 અંતર્ગત સી.સી.રોડ, ડામર રોડ, સ્લમ વિસ્તારના રોડ-રસ્તા, રીવરફ્રન્ટ રોડ, 80 ફૂટ રોડ, કન્સ્ટ્રકશન ઓફ સિમેન્ટ કોન્ક્રીટ રોડ અને મહાનગરપાલિકાની જુદી જુદી મિલકતો પર સીસીટીવી કેમેરા લગાવવાના કામો મળીને અંદાજે રૂ.37 કરોડના વિકાસ કામોનું ઈ-ખાતમૂર્હૂત અને ગુજરાત શહેરી વિકાસ વર્ષ – 2025નું વિમોચન Our Surendranagar App અને SNMC Employee Appનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, લવજીભાઈ પરમાર, મુક્તાબેન ડગલી તથા જગદીશભાઈ ત્રિવેદીનું શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે મહાનગરપાલિકાના શ્રેષ્ઠ સફાઈ કામદાર તરીકે પસંદગી પામેલા 15 કર્મચારીઓને દસ-દસ હજારના ચેક અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ઉપસ્થિત સર્વેએ મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ટૂંકી ફિલ્મ રસપૂર્વક નિહાળી હતી. આ કાર્યક્રમમાં સ્વાગતવિધિ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જૂન ચાવડાએ અને આભારવિધી મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણેએ કરી
હતી.