
રાજકોટ,મંગળવાર
રાજકોટ જિલ્લામાં તા. 03 સપ્ટેમ્બર ના રોજ 711 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે..!
રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા 5 મી સપ્ટેમ્બર ‘શિક્ષક દિન ‘ ના ભાગ રૂપે રાજકોટ જિલ્લામાં કાર્યરત શિક્ષકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.3 સપ્ટેમ્બર ના રોજ સાંજે 5 થી 8 દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવશે. જેમાં જિલ્લના 711 જેટલાં શિક્ષકોને એવોર્ડ સાથે પ્રશંશાપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના જાણીતા રાજકીય, સામાજિક, સેવાકીય ક્ષેત્રના મહાનુભાવો હાજર રહેશે.