Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

અંજારમાં હત્યાનો ભોગ બનનાર મહિલા એએસઆઇનાં ડેરવાળામાં અંતિમ સંસ્કાર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામના વતની અને કચ્છના અંજાર ખાતે એએસઆઇ તરીકે બજાવતા મહિલા એએસઆઇ અરૂણાબેન નટુભાઇ જાદવની મણીપુરમા સીઆરપીએફમાં ફરજ બજાવતા તેમના પ્રેમી દીલિપ ડાંગચિયાએ ગળું દબાવી હત્યા કરી હતી.

ત્યારે આજે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામના વતની અરુણાબેનના મૃતદેહને તેમના વતનમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં જિલ્લા પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, પરિવારજનો અને ગ્રામજનોની હાજરીમાં ડેરવાળા મોક્ષધામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

દીકરીની હત્યા કરાતાં પરિવાર શોકમગ્ન હતો. ત્યારે લાશનું પીએમ કર્યા બાદ અરૂણાબેન જાદવનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનુ ડેરવાળા ગામ હોવાથી તેમના પાર્થિવદેહને ડેરવાળા ખાતે લાવવામાં આવ્યો હતો.

તેમના નિવાસસ્થાને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તેમના પાર્થિવદેહને પોલીસકર્મીઓ, સગા સંબંધીઓ, ગ્રામજનો સહિત લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહીને શ્રધ્ધા સુમન અર્પણ કરવામા આવ્યા હતા.

બાદ તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળીને ડેરવાળા મોક્ષધામ ખાતે પહોચીને અંતિમ સંસ્કાર કરીને પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

Show More
Back to top button
error: Content is protected !!