
આજરોજ નવા શૈક્ષણિક વર્ષ માટે શ્રી સ્વામિનારાયણ સેવાનિકેતન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ (CBSE & GSEB) ના હેડબોય અને હેડગર્લનો પદગ્રહણ સમારોહનું આયોજન ભવ્યરીતે કરવામાં આવ્યું. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ લોકશાહીના રાજમાં સુચારુ રીતે લોકનેતૃત્વ કરી શકે તેવા હેતુથી શાળામાં દર વર્ષે લોકશાહીનો પર્વ ઉજવાય છે. આ વર્ષે પણ લોકશાહી પર્વ ઉજવાયો હતો. લોકશાહીની ઉજવણીથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, લીડરશીપપણું અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી વધે તેવા હેતુસર આ નિમણૂક કરવામાં આવે છે. *સમસ્ત શાળાના (CBSE)હેડબોય તરીકે સૂર્યકાંત પાઠક અને હેડગર્લ તરીકે નિધિ સોંડલ અને (GSEB) હેડબોય તરીકે દેવ પંડ્યા અને હેડગર્લ તરીકે ટીના યોગીએ પદ ગ્રહણ કર્યુ હતું.* આ ચારેય વિદ્યાર્થીઓએ ગત વર્ષોમાં અભ્યાસ, શિસ્ત, વિવેક, વિનય, વિનમ્રતા, ગુરૂઆજ્ઞા અને શાળાની દરેક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે વંદે માતરમ ગાન સાથે નવા લીડરશીપ ટીમના તમામ સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ચારેય વિદ્યાર્થીઓએ જવાબદારીપૂર્વક પોતાના પદની શપથ લીધી હતી અને શાળાની નિયમિતતા અને શિસ્ત જાળવવા માટે પ્રતિબદ્ધ રહેવાની જાહેરાત કરી હતી. તેથી ગુરુકુલ કેમ્પસના સંસ્થાપક કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી, ટ્રસ્ટી કિશોર સરજી, શાળાના આચાર્યાશ્રી અમિતા શ્રીવાસ્તવ, રૂપાલીમેમ, અલ્કામેમ, શિક્ષકમિત્રો દ્વારા ભવિષ્યે પણ સારું નેતૃત્વ કરો તેવા શુભાશિષ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.