Read Next 2 days ago
एसपी मनोहर सिंह मंडलोई के सख्त निर्देश पर वारंटियों पर पुलिस का शिकंजा, विशेष अभियान में एक ही दिन में 09 स्थाई वारंटियों को गिरफ्तार 2 days ago
एसपी मनोहर सिंह मंडलोई की संवेदनशील सोच का असर टीकमगढ़ पुलिस ने मासूम दो बच्चियों को स्नेह विश्वास और सुरक्षा के साथ परिजनों को सोपा 3 days ago
मुस्कान अभियान के तहत एसपी मनोहर सिंह मंडलोई के नेतृत्व में संवेदनशील पहल,03 गूमशुदा नाबालिग बालिकाओं को सुरक्षित परिजनों से मिलाया 3 days ago
दल्ली राजहरा में 27 अप्रैल को गौ माता को सम्मान दिलाने समारोह, प्रथम चरण में होगी सम्पूर्ण नगर में भव्य रैली 3 days ago
गौ माता सम्मान : दल्लीराजहरा में 27 अप्रैल को समारोह, प्रथम चरण में होगी सम्पूर्ण नगर में भव्य रैली 4 days ago
पत्रकारों पर दर्ज फर्जी एफआईआर की उच्चस्तरीय जांच हो – आईरा अंतरराष्ट्रीय पत्रकार संगठन की मांग 4 days ago
गेहूं खरीदी में केन्द्रों पर हो रही अनियमिताएं को लेकर मुख्यमंत्री के नाम सौंपा ज्ञापन दूसरा ज्ञापन कलेक्टर विवेक श्रोतिय के नाम डिप्टी कलेक्टर को सौंपा ज्ञापन 4 days ago
अनुशासन और जवाब देही पर विशेष जोर एसपी मनोहर सिंह मंडलोई ने दिए स्पष्ट दिशा निर्देश 4 days ago
वेतन-भत्ता नहीं देने पर भी लेबर आफिसर द्वारा ठेकेदार को जारी किया गया अनापत्ति प्रमाणपत्र, जांच का विषय, मुश्ताक अहमद 5 days ago
एसपी मनोहर सिंह मंडलोई के निर्देशन में महिला सेल की टीम ने आदिवासी आंचल की बेटियों संग किया आत्मीय सम्मान सपनों को मिली नहीं उड़ान
યુવા સ્પેરોમેન...મહેશ મેટાળિયા... ..................................... આજના યુગમાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે..અને એના લીધે વૃક્ષો પર માળો બાંધી ને નિવાસ કરતા પક્ષીઓની પ્રજાતિ પણ ધીરેધીરે લુપ્ત થતી જાય છે.કાગડા,કોયલ,મોર મોટા મોટા પક્ષીઓથી લઈને નાની ચકલીઓ પણ દેખાતી ઓછી થઈ ગઈ છે. એવામાં એક યુવા સ્પેરોમેન મહેશભાઈ હાલમાં સુરેન્દ્રનગર ખાતે ચકલી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે.અત્યારે સુધીમાં ગુજરાતમાં જ નહીં પણ ગુજરાત બહાર પણ ચકલીઘર કુરિયર દ્વારા મોકલીને ચકલી બચાવવાની એક નાનકડી સેવા કરી રહ્યા છે. આવો મળીએ મહેશભાઈને શબ્દ દેહે અને તેમની ચકલી બચાવો અભિયાન સેવા વિશે માહિતગાર થઈએ એ. અતિ સામાન્ય પરિવારમાં આણંદ જિલ્લાના ના કણજરી ગામમાં ૩૦/૮/૧૯૮૬ના રોજ જન્મેલા મહેશભાઈએ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાંથી મેળવી અને ધોરણ ૬થી૧૨ નું શિક્ષણ પણ કણજરી ગામની હાઈસ્કુલ માંથી જ મેળવ્યું.આગળના અભ્યાસ માટે ગામડે થી આણંદ જેવા શહેરમાં જવું પડે,અને એના માટે આર્થિક ખર્ચ પણ વધી જાય,પરિવાર પાસે એટલી સગવડ નહોતી આથી માંથી આગળ અભ્યાસ કરવાનું માંડી વળ્યું અને નોકરી કરવી એવું વિચાર્યું.પણ માતા પિતા અને મોટા ભાઈ એ આગળ અભ્યાસ માટે શહેરમાં જવાની વ્યવસ્થા કરી આપી.આમ વલ્લભવિદ્યાનગર ની સારી કોલેજમાં અભ્યાસ માટે દાખલ થયો. અને ખૂબ જ આર્થિક મુશ્કેલીઓ સાથે ૨૦૦૬ માં સ્નાતક નો અભ્યાસ પૂર્ણ કર્યો. વચ્ચેના ગાળામાં અમે કણજરી ગામ છોડીને સુરેન્દ્રનગર ખાતે ૨૦૦૪ માં રહેવા આવી ગયા અને પરિવારના બધા જ સભ્યો કારખાનામાં નોકરી પર લાગી ગયા.તેઓ મહેશભાઈ માટે ખૂબ જ મહેનત કરતા અને કહેતા તારે સરસ સરકારી નોકરી જ કરવાની છે.પણ અત્યારના સમય માં સરકારી નોકરી મળવી એમ થોડી સહેલી છે? અંતે ઘરના તમામ સભ્યોને સમજાવી અને ૨૦૧૧ માં ટ્રાન્સપોર્ટ કંપનીમાં ૨૮૦૦ માસિક વેતનની નોકરી માં જોડાયો. અને આખરે ૨૦૨૨માં એક સરકારી ઓફિસમાં નોકરી મળી ગઈ અને મારા પરિવારનું સપનું પૂરું થયું. હવે મહેશભાઈ સ્પેરોમેન કઈ રીતે બન્યા એના વિશે વિગતે વાત કરું...મહેશભાઈ દસમા ધોરણમાં ભણતા હતા ત્યારથી તેમને અબોલ જીવોની સેવા કરવાનો શોખ મનમાં જાગ્યો. એક વખત એવું બન્યું કે એક ચકલી તણખલા લાવીને પંખાના પાંખિયા પર મૂકે માળો બનાવવા માટે.પણ પંખો ચાલુ કરી એટલે એ તણખલાં નીચે પડી જાય.ત્યારથી તેમને ચકલીઘર બનાવવાનું મનમાં સ્ફુરણ થયું. પછી તો મહેશભાઈ પૂઠાંના બોક્સ લઈ આવે અને જરૂરિયાત મુજબ તે લગાવે અને જયારે એમાં ચકલીઓ પોતાના ઘર બનાવે ત્યારે મહેશભાઈ ખૂબ જ ખુશ થાય. એક વખત ફેસબુકમાં અમદાવાદમાં રહેતાં શ્રી જગતભાઈ કિનખાબવાલા ની પોસ્ટ જોઈ એ પણ ચકલી બચાવો અભિયાન ચલાવતા હતા, અને આખા ગુજરાતમાં સ્પેરોમેન તરીકે ઓળખાતા હતા, એમની સાથે પરિચય કેળવી મહેશભાઈએ તેમની સૂચના મુજબ આ કાર્ય આગળ ધપાવ્યું,અને પહેલા પૂઠાંના અને ત્યારબાદ પ્લાયવુડના ચકલી ઘર બનાવ્યા,અને એનો વિડિઓ સોશિયલ મીડિયામાં શેર કર્યો એનો મહેશભાઈને સારો પ્રતિસાદ મળ્યો,અને રાજકોટ,અમદાવાદ,સુરત,મુંબઈ,કોલકત્તા, ચેન્નઈ સુધી આ ચકલીઘર કુરિયર દ્વારા મોકલાવે છું. તેમના આ સેવા કાર્યની નોંધ લઈને મહેશભાઈને રાજકોટ ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણીમાં ઇન્ટરવ્યુ માટે નિમંત્રિત કરવામાં આવ્યા,આ ઇન્ટરવ્યુ પૂરી ૩૦ મિનિટ સુધી ચાલ્યું,૨૦૨૩માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં મહેશભાઈ અને જગતભાઈ કિનખાબવાલા સાથે લેખ પ્રકાશિત થયો હતો, હાલ મહેશભાઈ એ તેમના ઘરે જ સ્પેરોહાઉસ બનાવ્યું છે,અને મહેશભાઈ સ્પેરોમેન તરીકે જ ઓળખાય છે,છેલ્લા ૧૦ વરસથી તેઓ આ સેવા કાર્ય કરી રહ્યા છે,હવે આ સેવા કાર્યનું ગ્રુપ બનાવ્યું છે.જેમાં રિતેશભાઈ શાહ, અભિષેક મકવાણા,નિગમભાઈ શાહ, તથા અન્ય સેવાભાવી લોકો સાથે મળીને *નિઃ સ્વાર્થ સેવા ગ્રુપ* બનાવ્યું છે. તેઓ જ્યારે ફ્રી હોય, રજા હોય ત્યારે વગડામાં જઈને જ્યાં જ્યાં માળા લગાવ્યા હોય અને પાસે ચણ નાખવા માટે પણ વ્યવસ્થા કરી હોય તે બધા ખાલી થઈ ગયા હોય તો ભરી આવે છે જેથી પક્ષીઓ ભૂખ્યા ન રહે.અત્યાર સુધીમાં ૩૦૦૦૦ (ત્રીસ હજાર) હજાર થી પણ વધુ ચકલીઘર લગાવ્યા છે આ કાર્યમાં ૨૦૨૪માં બિહારમાં એક પ્રતિયોગિતા હતી સેલ્ફી વિથ સ્પેરો એમાં ગુજરાત માં પ્રથમ નંબરે આવેલ,૨૦૨૫માં પુનાની એક સંસ્થા બર્ડ દુનિયા તેમાં મહેશભાઈને સ્પેરો સેવિયર્સ તરીકેનું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.હાલમાં જ જોરાવરનગરની જાણીતી સેવા સંસ્થા *ચંદ્રભાનું સ્મૃતિ સંસ્થાન* દ્વારા પણ મહેશભાઈના સેવા કાર્ય ને બિરદાવી મલ્ટિકલર સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમને આ સેવા કાર્ય માટે નાનું મોટું ડોનેશન પણ મળે છે, અંતમાં તેમના જ શબ્દોમાં લોકો માટે જે સંદેશ આપે છે તે અક્ષરસહ અહીં પ્રસ્તુત કરું છું."આપ પણ આવું જીવદયાનું કાર્ય શરૂ કરો અને પ્રકૃતિનો ભરપૂર આનંદ માણો,આ મોંઘો મનુષ્ય અવતાર મળ્યો છે તો કંઈક સારું કાર્ય કરીને જઈએ સ્વર્ગ અને નર્ક અહીંયા જ છે.તમે જો સારા કાર્ય કરો અને ખુશ રહો તો સ્વર્ગ,અને કોઈને હાની પહોંચે અને તમને દુઃખ થાય તો નર્ક.." આવા યુવાનની સેવા ભાવના ને વંદન.....
Back to top button
error: Content is protected !!