Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

એરટેલ કંપનીની ટીમ 10/12 દિવસ પહેલા ઘૂઘરીપાર્ક – સીતારામ બાગમાં આવી રોડની વચ્ચોવચ સિમેન્ટ રોડ તોડવાનો છે. એરટેલ ની લાઈનો નાખવાની અમારી પાસે પરમિશન છે. અને બે-ચાર કલાકનું કામ છે, અને સાંજે તો જેવો રોડ હતો, તેઓ ફિનિશિંગ વાળો રોડ કરીને કમ્પ્લીટ કરી દઈશું, તેવી ખાતરી આપી વિશ્વાસ બતાડી, 10/12 દિવસ પહેલા કામ ચાલુ કર્યું. આજે એ ખાડો તેમજ ગંદકી જેમની તેમ હાલતમાં ગીચ વસ્તી વાળા વિસ્તારમાં છોડીને વયા ગયા છે. છેલ્લા ઘણાં દિવસની અંદર ગાય, વાછરડા , કુતરા વગેરે અનેક મૂંગા પશુઓ ખાડામાં પડી જતા દુર્ઘટનાઓ બની આજુબાજુના વિસ્તારમાં સ્કૂલો હોવાના કારણે, શાળાએ જતા સાયકલિસ્ટ બાળકો પડી ગયા, જાહેર રહેણાંક વાળા વિસ્તારમાં સિનિયર સિટીઝનો પણ આ ખાડા રાજ ના કારણે અત્યંત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ચારે બાજુ ખાડાની ગંદકી પણ જેમની તેમ 10/12 દિવસ થી જેમનું તેમ છોડીને ભગવાન ભરોસે આ વિસ્તારના લોકો રહે છે, છતાં પણ નથી એરટેલ કંપની વાળાને કાંઈ પડી… કે નથી આ મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓને પડી.. હવે આ મોતના કુવા સમાન ખાડાનું કંઈક કરાવો… રસ્તા ને સમારકામ કરાવો , અને ગંદકી દૂર કરી જેવો રસ્તો હતો , તેઓ કરાવી આપો , તો રહેણાંક વિસ્તાર ઉપર ઘણો મોટો ઉપકાર છે. તેમ અહીંના લતાવાસીઓમાં જણાવેલ છે.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!