ताज़ा ख़बरें

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી બી એ કન્યા વિદ્યાલય માં શાળા પ્રવેશોત્સવ યોજાયો…*

તારીખ 27 જુન 2025 શુક્રવાર ના રોજ શ્રીમતી બી.એ કન્યા વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ 2025 ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શાળાના મુખ્ય અતિથિ માનનીય શ્રી વિજયભાઈ ચોટલીયા સાહેબ ( ઉપ સચિવ શ્રી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગુજરાત રાજ્ય ) ના અધ્યક્ષ સ્થાને યોજાયો. તુલસીભાઈ મકવાણા ( કેળવણી નિરીક્ષક શ્રી સાયલા ), શ્રી દેવરાજભાઈ સિંધવ ( સી.આર.સી કો-ઓર્ડીનેટર લીંબડી ) શ્રી ભગવતીબેન પંડ્યા, શ્રી મીનાબેન બાબુભાઈ જીનવાળા, ડો. વૈભવભાઇ બેલીમ અને વાલી મંડળના સભ્યો ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી બેલાબેન વ્યાસે શાળાની શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓની સિદ્ધિઓ વર્ણવી,પધારેલ તમામ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત તેમણે લીંબડી કેળવણી મંડળ તથા સોની સાહેબ દ્વારા થતી દરેક પ્રવૃત્તિનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હતું. માનનીય ચોટલિયા સાહેબે ધોરણ 9 અને 11 માં નવો પ્રવેશ લેતી દરેક વિદ્યાર્થીની બહેનોને આવકારી ખૂબ જ સરળ અને મનનીય શૈલીમાં વિદ્યાર્થીની બહેનોને ખૂબ જ મહેનત કરી જીવન ઘડતર કરવાની ઉમદા સલાહ આપી હતી.
ઉપસચિવશ્રી એ શાળા પરિસરમાં નવનિર્મિત અદ્યતન કોમ્પ્યુટર લેબ. નું ઉદ્ઘાટન કરી, શાળામાં વર્ગખંડો તેમજ સ્ટાફ રૂમની મુલાકાત લઇ વાલીઓ તથા શિક્ષકો સાથે જરૂરી વિચાર વિમર્શ કર્યો હતો. ઉપસચિવ શ્રીએ શાળામાં આચાર્યશ્રીના નેતૃત્વની સરાહના, શાળામાં થતી વિવિધ કામગીરી, સ્વચ્છતા, ભૌતિક સગવડો, શિસ્તથી પ્રભાવિત થઈ શાળા તેમજ લીબડી કેળવણી મંડળના ખૂબ જ પ્રસન્ન ચિત્તે વખાણ કર્યા હતા. શાળાના શૈક્ષણિક સ્ટાફની લાયકાત અને કામગીરીથી પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા.શાળામાં વૃક્ષારોપણ કરી વાલીઓ સાથે પણ એક સકારાત્મક મીટીંગ કરી. સમગ્ર કાર્યક્રમમાં સીઆરસી કોર્ડીનેટર શ્રી દેવરાજભાઈ સિંધવે પણ સાથ અને સહકાર આપ્યો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી બેલાબેન વ્યાસ તથા સર્વે સ્ટાફ મિત્રો, શાળાની વિદ્યાર્થીની બહેનોએ ખૂબ જ ઉમદા કામગીરી કરી હતી.
આભાર સહ…..

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!