ताज़ा ख़बरें

રોડ રસ્તાની હાલત બદતર : કાદવ કીચડના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી : વાલીઓની મનપામાં ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા સાત દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની 30થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે જેને લઇને સ્થાનિક લોકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ તાલુકાની મૂળચંદ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ છે ત્યાં કાદવ કિચનનું સામ્રાજ્ય છે તે સૌથી વધુ જોવા મળી રહ્યું છે અને વરસાદી પાણી ભરાયા હોય જેને લઇને ગ્રામજનોને હાલાકી નો સામનો છે તે કરવો પડી રહ્યો છે.

મુલચંદ આજુબાજુ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ છે ત્યાં રોડ રસ્તાઓ પર તૂટી ગયા છે જેને લઇને લોકોને ભારે હાલાકી નો સામનો કરી અને ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગ ઉપર આવવું પડતું હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી છે તે છતાં પણ તેમની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવતી અંતે કંટાળેલી મહિલાઓ છે તે નગરપાલિકા ખાતે પહોંચી છે અને આ સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી અને તાત્કાલિક પણે રોડ રસ્તાના કામો શરૂ કરાવવાની માંગણી કરવામાં આવી છે.

વરસાદ આવ્યો ત્યારથી શાળાએ જતા બાળકો છે તો શાળાએ નથી જોઈ શક્યા કારણકે ત્યાંના રોડ રસ્તા હતી અને ખરાબ હાલતમાં છે કમળ તો રોડ રસ્તાના કારણે બાળકો વારંવાર પડી જાય છે અને જેને લઈને દવાખાનાનો ખર્ચ પણ વધતો હોવાનું તેવું મહિલાઓ દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કામો પાછળ સરકાર કરોડો ફાળવે છે પરંતુ ક્યાં આગળ જાય છે તેનો સળગતો સવાલ આ મહિલાઓ દ્વારા ઉભો કરવામાં આવ્યો છે..

તાત્કાલિક રોડ રસ્તા ના કામો શરૂ કરાવી અને યોગ્ય મરામત કામ શરૂ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે કારણ કે મૂળચંદ રોડ આવેલો છે ત્યાં ચારથી પાંચ ફૂટના મોટા ખાડાઓ પડી ગયા છે ગામડાઓ પડી ગયા છે જેને લઈને સ્થાનિક લોકો પરેશાન છે.

વાહનના જમ્પર અને ચેચીસ તૂટી જતા હોવાનો પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે મહાનગરપાલિકા ધ્યાન આપી અને ભરેલું ગામ મૂળચંદ છે તેના વિકાસ પાછળ કંઈક પગલું ભરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!