Uncategorizedअन्य खबरेगुजरातताज़ा ख़बरें

રાધનપુરના નજૂપુરા થી સબ્દલપૂરા સુધી રોડ બનાવવા માંગ

રાધનપુર તાલુકામાં આવેલ સબ્દલપૂરા થી નજૂપુરા ગામ સુધીમાં મુખ્ય માર્ગ પર ઠેર – ઠેર ખાડાઓ પડી જતાં ના કારણે ચાર જેટલા ગામના લોકો દ્વારા નવીન રોડ બનાવવા માંગણી ઉઠવા પામીછે

રાધનપુર મહેસાણા હાઇવેથી સબ્દલપૂરા થી નજૂપુરા ગામનો અંદાજિત છ કિલોમીટર જેટલો રોડ ઘણા સમયથી બિસ્માર હાલત હોવાના કારણે ચાર જેટલા ગામના લોકો દ્વારા નવીન રોડ બનવવા માંગ કરવામાં આવીછે તાલુકાના શેરગઢ, નજુપુરા, સબ્દલપૂરા,જૂના સબ્દલપૂરા સહિતના ગામને જોડતો મુખ્ય માર્ગમાં ઠેર – ઠેર ખાડાઓ પડી જતાં  અહીથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે સત્વરે તંત્ર દ્વારા વહેલી તકે રોડ બનાવવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે

આ અંગે પટેલ પરબતભાઇ મુળજીભાઈ એ જણાવ્યું હતું કે નજૂપુરા, શેરગઢ, સબ્દલપૂરા,જૂના સબ્દલપૂરા ના ગામને જોડતો મુખ્ય માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નવીન રોડ બનાવવાની કામગીરી નહિ કરવામાં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં અમો ચાર ગામના લોકો દ્વારા મતદાન નહીં કરીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!