Uncategorized

ટિપ્પણીને લઈ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે. 

બ્રેકિંગ ન્યુઝ:-/નડિયાદ

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 6 ફેબ્રુઆરી 2024 ના રોજ ખેડા જિલ્લા ના વડા મથક નડિયાદ ખાતે ગેરકાયદેસર મંડળી રચી ટોળુ ભેગુ કરી ભારત દેશની એકતા અને શાંતીની સલામતીને જોખમાય તે રીતે મુસ્લીમ ધમૅ અને મુસ્લીમ સમાજના લોકો વીશે નફરત ફેલાવતા અને અપમાનજનક શબ્દો બોલી તેમજ ઉચ્ચારણ કરીને તેઓએ મુસ્લીમ સમાજના તમામ નાગરીકોનું તથા મુસલમાન ધમૅનું ધોર અપમાન કરીને તેઓની લાગણીઓને ઠેસ પહોચાડેલ છે .

અને અધ કચરા, અજ્ઞાની માનસકિતા ધરાવતા પગ લૂછનીયા લોકોએ મુસલમાન વિરૂધ્ધ મીયાંઓ, આલીયા, માલીયા, જમાલીયા એવા ખરાબ શબ્દોનું ઉચ્ચારણ કરેલ તેમજ વધુમાં નડીઆદમાં રહેતા પાકીસ્તાનીઓ છે અને એરીતે દેશમાં રહેતા તમામ મુસ્લીમ સમાજના નાગરીકોની લાગણીઓ દુભાવેલ છે અને તે જ તારીખના રોજ તેઓએ રેલી કાઢીને પણ ગેરકાયદેસરરીતે મંડળી રચી જાહેરમાં મુસ્લીમ સમાજ વિશે અપમાનજનક શબ્દો ઇમામે હુસૈન બાવા અને કરબલા વિશે બોલી તે રેલીના વીડીયો ઉતારી સોશ્યલ મીડીયામાં ફરતા કરી નડીઆદના મુસ્લીમ સમાજ તથા ખેડા તથા ગુજરાતના સમસ્ત મુસ્લીમ સમાજની ધામિઁક લાગણી દુભાવેલ છે .

નડિયાદ શહેરમાં મોલાના મુફ્તી સલમાન અઝરીના પુતળા દહન કાર્યક્રમમાં હિન્દુ ધર્મ સેનાના આગેવાન રાજનભાઈ ત્રિપાઠી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે.

આ બાબતે સમસ્ત મુસ્લિમ સમાજ નડિયાદ અને સામાજિક કાર્યકર્તા સોહીલભાઈ ચિસ્તિયા

રાજનભાઈ ત્રિપાઠી

(હીન્દુ ધમૅના સેનાના નામે કામકાજ કરે છે.) ભારતીય ફોજદારી ધારાની કલમ.૧૪૧,૧૪૩,૧૫૩(૩),૨૯૫, ૫૦૫,ફરીયાદ ખેડા જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી છે.

 

રિપોર્ટર: વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!