
રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા ઓમકાર વિદ્યાલય, સુરેન્દ્રનગર ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં 150 સ્કૂલ બેગ અને 480 નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યુ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 500 સ્કૂલ બેગ તથા 2000 ફુલસ્કેપ ચોપડા નું સંપૂર્ણ યોગદાન દેવસન કેટાલીસ્ટ પ્રાઈવેટ લિમિટેડ તરફથી આપવામાં આવેલ.
રોટરી વઢવાણ સીટી અને દેવસન કેટાલીસ્ટ પ્રા. લી. બાળકોના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે અને આ પહેલ દ્વારા પરિવારોએ ભોગવવાની થતો આર્થિક ભારને ઘટાડવા અને બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક સાધનો પૂરા પાડવા માટે નો પ્રયત્ન કરેલ છે.
દેવસન કેટાલીસ્ટ પ્રાઈવેટ લિમિટેડના પ્રહલાદભાઈ, પ્રતાપભાઈ અને સાવન પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને તેમના શિક્ષણની દિશામાં વધુ સારી રીતે આગળ વધવા માટે પ્રેરણા આપવાનો છે. રોટરી ક્લબનું માનવુ છે કે શિક્ષણ જ સમાજના વિકાસનું મુખ્ય આધાર છે.
આ પ્રસંગે ઓમકાર વિદ્યાલયના ટ્રસ્ટીઓ, શિક્ષકો, રોટરી ક્લબના સભ્યો તથા વિદ્યાર્થીઓ વાલી સાથે ઉપસ્થીત રહ્યા હતા.