गुजरातताज़ा ख़बरेंसूरत

શહેરમાં વધુ બે યુવકોના અચાનક બેભાન થયા બાદ મોત

હજીરાના સરોજ રાયનું કંપનીમાં જ કામ વેળા છાતીમાં દુઃખાવો થયા બાદ | મોત: લિંબાયતના ગણેશ ભીડકર રસ્તામાં જ બેભાન થઇ ઢળી પડ્યા

શહેરમાં વધુ બે લોકોના બેભાન • થતા મોત નીપજ્યા હતા. હજીરાની ખાનગી કંપનીમાં કામ કરતા ૨૫ વર્ષીય યુવકનું કંપનીમાં છાતીમાં દુખાવો થયા બાદ બેભાન થતા મોત થયું હતું. તેમજ પાંડેસરાથી નોકરી પૂર્ણ કરી ઘરે જતા યુવકનું રસ્તામાં જ બેભાન થતા મોતને ભેટ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળબિહારના વતની અને હાલ હજીરા અશ્વિન પટેલ કોલોનીમાં રહેતો સરોજ સુદિસ રાય (ઉ.વ.૨૫) હજીરાની ખાનગી કંપનીમાં કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. રવિવારે સવારે કંપનીમાં કામ પર ગયો હતો. દરમિયાન સરોજે કંપનીમાં ચા પીધા બાદ અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યા બાદ બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવવામાં મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ લિંબાયત પ્રિયંકા સોસાયટીમાં રહેતો ગણેશ ત્રંબક ભીડકર (ઉ.વ.૪૦) પાંડેસરા સ્થિત મિલમાં વોચમેન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ બપોરે ગણેશ નોકરી પરથી ચાલતો-ચાલતો ઘરે જતો હતો. તે સમયે પાંડેસરા આશાપુરી માતાના મંદિર પાસે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી ૧૦૮ ને કોલ કરતા તે સ્થળ પર પહોંચી હતી. ૧૦૮ ના તબીબે જોઈ તપાસી ગણેશને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!