Uncategorizedगुजरातताज़ा ख़बरें

પાટણ..રાધનપુર પાટણ જિલ્લામાં એકાએક વાતાવરણ મા આવ્યો પલટો: સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું…

પાટણ સહિત રાધનપુર,સાંતલપુર,સમી પંથક માં વાદળછાયા વાતાવરણ ને લઇને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા...

પાટણ..રાધનપુર

પાટણ જિલ્લામાં એકાએક વાતાવરણ મા આવ્યો પલટો: સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું…

પાટણ સહિત રાધનપુર,સાંતલપુર,સમી પંથક માં વાદળછાયા વાતાવરણ ને લઇને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા…

પાટણ જિલ્લામાં અચાનક જ વાતવરણ માં પલટો જોવા મળ્યો છે. પાટણ શહેરમાં છેલ્લા 2 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ જિલ્લાના રાધનપુર , સમી અને સાંતલપુર વારાહી પંથકમાં વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. જેના કારણે ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના વાતાવરણમાં આજ વહેલી સવારથી પલટો જોવા મળ્યો હતો અને હાલમાં ચાલી રહેલી ઉનાળાની સિઝન વચ્ચે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાતા ચોમાસુ સીઝન ચાલી રહી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું….

ત્યારે વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં કેટલાક અંશે રાહત થઈ હતી, તો બીજી તરફ હવામાનમાં આવેલા પલટાના કારણે હાલમાં ખેતરોમાં ઘઉં, દિવેલ, અજમો જેવા વિવિધ પાકો તૈયાર થઈને ઊભા છે.ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ જો કમોસમી વરસાદનું માવઠું જિલ્લામાં થાય તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શકયતાઓ છે જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે.

 

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!