ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-2025 અન્વયે તા.22.06ના રોજ મતદાન થવાનું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં 48 કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.કે.ઓઝા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ, કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધિત કોઈ જાહેર સભા બોલાવી કે સરઘસ કાઢી શકશે નહીં. તેમજ કોઈ સભામાં હાજરી આપી શકશે નહીં. સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય કોઈપણ સાધનોની મદદથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરી શકાશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાના હેતુથી જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થિયેટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમૂહભોજનનું આયોજન કરીને અથવા તેની વ્યવસ્થા કરીને ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં. આ જાહેરનામું તા.22.06 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ દંડ અને શિક્ષા કરવામાં આવશે. ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થાય બાદ સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓએ મત વિસ્તાર છોડવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ. ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ – 2025 અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થાય તે પછી સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓએ મત વિસ્તાર છોડી દેવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, ચૂંટણી હેઠળનાં વિસ્તારમાં બહારનાં રાજકીય પદાધિકારીઓ, પક્ષનાં કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલા હોય અને જેઓ ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થયા બાદ, જે રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ અને ચૂંટણી પ્રચારકો સંબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય અને બહારથી આવ્યા હોય, તેઓએ ચૂંટણી પ્રચારનાં અંત પછી એટલે કે તા.20.06નાં સાંજના 6 વાગ્યા પછીથી તાત્કાલિક ધોરણે જિલ્લામાં સમાવિષ્ટ ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી જતા રહેવાનું રહેશે. આ જાહેરનામાંનો અમલ તા. 20.06 થી તા. 22.06 સુધી કરવાનો રહેશે. જાહેરનામાંનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
સુરેન્દ્રનગર જીલ્લાનું ઘુડખર અભયારણ્ય આગામી તા.15મી ઓકટોબર સુધી બંધ રહેશે
Uncategorized
19/06/2025
સુરેન્દ્રનગર જીલ્લાનું ઘુડખર અભયારણ્ય આગામી તા.15મી ઓકટોબર સુધી બંધ રહેશે
કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને…
રોટરી કલબ ઓફ વઢવાણ સીટી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ
ताज़ा ख़बरें
19/06/2025
રોટરી કલબ ઓફ વઢવાણ સીટી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ
રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા ઓમકાર વિદ્યાલય, સુરેન્દ્રનગર ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં 150…
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાજ્ય સરકાર દ્વારા એક ટર્ન ટેબલ લેડર(27 મીટર) ફાયર ફાયટિંગ વાહનની ફાળવણી કરવામાં આવી છે. જેના સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસની સુવિધામાં વધારો થયો છે. આ ટર્ન ટેબલ લેડર એ એક પ્રકારનું ફાયર ફાયટિંગ વાહન છે, જે ઊંચી ઈમારતોમાં આગ બુઝાવવાનું કામ કરે છે. આ વાહનમાં એક રોટેટીંગ પ્લેટફોર્મ છે, જેના ઉપર લેડર લગાવવામાં આવે છે. અંદાજે 27 મીટરનું આ લેડર લગભગ 9 માળ જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે. આ વાહનની લાક્ષણિકતાઓની વાત કરીએ કે, મિડિયમ કોમર્શિયલ વાહન ચેસિસ પર આધારિત આ વાહન ટર્ન લેડરને 360ઓ પર ફેરવવાની ક્ષમતા અને બે થી ત્રણ ફાયર ફાયટર સાથે સુરક્ષાના સાધનોની લોડ ક્ષમતા ધરાવે છે. આ વાહનમાં મોનિટર અથવા પંપ સર્પોર્ટેડ નોઝલની મદદથી પ્લેટફોર્મ કે કેજરથી પાણીનો જેટ ચલાવવામાં આવે છે. ઊંચી ઈમારતોમાં આગ લાગી હોય ત્યારે, બચાવ કામગીરી માટે(જેમ કે, ફસાયેલા લોકોને બહાર લાવવા) તથા ઊંચા બિલ્ડિંગમાં બહારથી પાણી છાંટવા માટે આ પ્રકારના વાહનનો ઉપયોગ કરવામાં આવ છે. રોટેશન, એંગલ, લંબાઈ અને ઊંચાઈ હાઈડ્રોલિક સિસ્ટમથી નિયંત્રિત કરી
ઝાલાવાડનું ગૌરવ
Uncategorized
18/06/2025
ઝાલાવાડનું ગૌરવ
શિયાણી ગામનાં વતની અને હાલ:ચમારજ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ગૌતમ કુમાર મનસુખલાલ પંડયાની સુપુત્રી ચી.બંસી એ…
*ઝાલાવાડનું ગૌરવ* *તસવીર અહેવાલ/મનોજ પંડ્યા સુરેદ્રનગર* શિયાણી ગામનાં વતની અને હાલ:ચમારજ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ગૌતમ કુમાર મનસુખલાલ પંડયાની સુપુત્રી ચી.બંસી એ ચાલુ સાલ: 2025 : લેવાયેલ NEET ની પરીક્ષા: 77/00 % સાથે પાસ કરી,શિયાણી ગામનું ગૌરવ વધારેલ છે….
Uncategorized
18/06/2025
*ઝાલાવાડનું ગૌરવ* *તસવીર અહેવાલ/મનોજ પંડ્યા સુરેદ્રનગર* શિયાણી ગામનાં વતની અને હાલ:ચમારજ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ગૌતમ કુમાર મનસુખલાલ પંડયાની સુપુત્રી ચી.બંસી એ ચાલુ સાલ: 2025 : લેવાયેલ NEET ની પરીક્ષા: 77/00 % સાથે પાસ કરી,શિયાણી ગામનું ગૌરવ વધારેલ છે….
*ઝાલાવાડનું ગૌરવ**તસવીર અહેવાલ/મનોજ પંડ્યા સુરેદ્રનગર* શિયાણી ગામનાં વતની અને હાલ:ચમારજ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ગૌતમ કુમાર…