गुजरात

કુણી પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા રેલી યોજાઇ.

Q ગળતેશ્વર તાલુકાના કુણી ગામની પ્રાથમિક શાળા ખાતે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્ગારા પર્યાવરણ જાગૃતિના ભાગ રૂપે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ધો 1 થી 8 માં અભ્યાસ કરતા 258 વિદ્યાર્થીઓ તથા શાળાનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો
અને બેનરો, પોસ્ટરો સહિત સુત્રોચ્ચાર સાથે ગામના દરેક વિસ્તારમાં રેલી સ્વરુપે ફરીને ગામના લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવાનો નેક પ્રયાસ કર્યો હતો. નાના ભૂલકાંઓને પોસ્ટરો, સુત્રોચ્ચાર સાથે ગામની શેરીઓમાં ફરતા જોઇને ગામ લોકો પ્રભાવિત થયા હતા. પ્રસ્તુત રેલીને સફળ બાવવામાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા આશાદીપના સ્ટાફને સરાહનીય પ્રયત્નો કર્યા હતા.

Show More
Back to top button
error: Content is protected !!