
રમત-ગમત અને યુવા મંત્રાલય ભારત સરકાર માય ભારત સુરેન્દ્રનગર તથા શ્રી એમ.પી.શાહ કોમર્સ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે ‘ફલેગશીપ યોજના’ નો કાર્યક્રમ યોજાયો જેમાં કોલેજ ના વિધાર્થીઓ ને કેન્દ્ર તથા રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી માગૅદશૅન આપવામાં આવ્યું હતું આ કાયૅક્રમ માં વકતા શ્રી ડૉ મયુરભાઈ વઢવાણીયા સાહેબ, બળદેવભાઈ વાટુકીયા સાહેબ અને સંજયભાઈ ડાભી સાહેબ દ્વારા સરકાર ની વિધાર્થીઓ માટે ખાસ ઉપયોગી એવી સ્કીલ ઇન્ડિયા, મુદ્રા યોજના, પ્રધાનમંત્રી કૌશલય યુવા યોજના, ડિજીટલ ઇન્ડિયા વગેરે મુખ્ય યોજના વિશે વિશેષ વાત કરી, કયા, કેવી રીતે, ક્યાં વિભાગ અંતર્ગત લાભ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આમ, આ કાયૅક્રમ માં કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ડો દિલીપભાઈ વજાણી સાહેબ, પ્રાધ્યાપક ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.