
વઢવાણ શહેરનો સમાવેશ મહાપાલિકા થતાં ગામડા જેવી સ્થિતિ સર્જાઈ છે. વઢવાણમાં તમામ રસ્તા બિસમાર બની ગયા છે. વઢવાણમાં વિકાસના નામે કોન્ટ્રાક્ટરોએ આડેધડ ખોદકામ કર્યું હતું.
વઢવાણની એક પણ ગલી કે શેરી બાકી રાખી નથી. આથી વઢવાણ નગર ખાડાનગર બન્યું છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ રાજમાર્ગ પણ બિસમાર છે જેમાં ખાડામાં વાહનો પડતા અકસ્માતો વધ્યા છે.
આ અંગે હનીફભાઇ, ચંદુભાઈ વગેરેએ જણાવ્યું કે વઢવાણમાં વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. હેરિટેજ વઢવાણમાં ખાડા રસ્તા હેરિટેજ બની ગયા છે. સુરેન્દ્રનગર વઢવાણ બિસમાર રસ્તાથી રિક્ષા સહિતના વાહનોને નુકસાન થાય છે