Site icon desh 24×7

પાટણ જિલ્લામાં માતેલા સાંઢની જેમ ચાલતા ટર્બો ચાલકો સામે લગામ કયારે

પાટણ જિલ્લામાં માતેલા સાંઢની જેમ ચાલતા ટર્બો ચાલકો સામે લગામ કયારે ?? કોઈપણ પ્રકારની કાયદાકીય સૂચનાઓનું પાલન કર્યા વગર જ ઓવરલોડ રેતી ભરી ફરી રહ્યા છે ટર્બોચાલકો
તા .૫ પાટણ જિલ્લામાં અત્યારે
હાલના સમયમાં રેતી તેમજ માટી ભરેલા ઓવરલોડ ટર્બો તેમજ ડમ્પર ચાલકો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે . દિન પ્રતિદિન આવા ઓવરલોડ ચાલતા ટર્બો તેમજ ડમ્પરોના કારણે અકસ્માત બનવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કેટલાયની જિંદગી હોમાઈ ગઈ છે ત્યારે વહીવટી તંત્ર આવા બેફામ રીતે કાયદાનું પાલન કર્યા વિના ચાલતા ટર્બો તેમજ ડમ્પર સામે લાલ આંખ કરે તેવી ભારે માંગ ઉઠવા પામી છે .
તાલુકાઓની અંદર હાઇવે રોડ પર કાયદાકીય પાલન કર્યા સિવાય તેમજ માટી તથા રેતી ભરેલ ડમ્પરની ઉપ ૨ તાટપત્રી બાંધ્યા વગર બેફામ રીતે દોડી રહેલા ટર્બોચાલકો તેમજ ડમ્પરચાલકો સામે લાલ આંખ કરવામાં આવે તેવી ભારે માંગ ઉઠવા પામી છે . ગત સમયમાં પણ પાટણ શહેરની અંદર અકસ્માતોના બનાવો બનવા પામ્યા છે જેમાં ટર્બો ટ્રકની ટક્કરે કેટલીય જિંદગીઓ હોમાઈ ગઈ છે .
ત્યારે વહીવટી તંત્ર તથા આરટીઓ દ્વારા આવા બેફામ રીતે કાયદાનું ઉલ્લંઘન કરીને ચાલતા વાહન ચાલકો સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી ભારે માંગ ઉઠવા પામી છે .
પાટણ શહેરની અંદર તેમજ આવેલા આજુબાજુ

Exit mobile version