Site icon desh 24×7

એસ.એસ.વાર્ષિક શિબીર કેમ્પ અભરામ પટેલ નાં મુવાડા ગામે ઉદઘાટન સમારોહ યોજાયો.

 

બ્રેકિંગ ન્યુઝ:-/પંચમહાલ

લો કોલેજ ગોધરા નો એન.એસ.એસ.વાર્ષિક શિબીર કેમ્પ અભરામ પટેલ નાં મુવાડા ગામે ઉદઘાટન સમારોહ યોજાયો.

શ્રી પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા નો એન.એસ.એસ.વિભાગ નો વાર્ષિક શિબીર અભરામ પટેલ નાં મુવાડા ગામે ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો.જેમાં આ કાર્યક્રમ નાં અધ્યક્ષ પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ નાં પ્રમુખ ભૂપેસભાઈ શાહ તથાં આર.બિ. કાર નાં સી.ઇ.ઓ.અને એમ. ડી રમેશપટેલ તથા લો કોલેજ ગોધરા નાં આચાર્ય શ્રી અપૂર્વ પાઠક તથા અભરામ પટેલ નાં મુવાડા નાં આચાર્ય કેયુર પટેલ તેમજ લો કોલેજ ગોધરા નાં પો.ઓફિસર અને રોટરી ક્લબ નાં સેક્રેટરી ડૉ સતીશ નાગર જોડાયા હતા.કાર્યક્રમ ની શરુઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમ નાં અધ્યક્ષ ભૂપેશ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય સેવા યોજના એ વિદ્યાર્થીઓને ઘડતરમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે.
આદરણીય શ્રી મહાત્મા ગાંધી ના જન્મ શતાબ્દી વર્ષ ભાગ રૂપે એન એસ એસ ની શરૂઆત થઈ હતી. જેમ આર્મી માટે એનસીસી છે તેમ સમાજની અંદર સેવા માટે એનએસએસ છે લો કોલેજ ગોધરાના આચાર્યશ્રી અપૂર્વ પાઠક સાહેબ સમગ્ર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપરાંત કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રમેશ પટેલ સાહેબ જેવો આર.બિ. કાર્સ શોરૂમના એમડી અને સીઈઓ છે તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણાદય સંદેશ આપ્યો હતો સમગ્ર સાત દિવસના કાર્યક્રમની રૂપરેખા એન.એસ ના પ્રોગ્રામ ઓફિસર ડો. સતીશ નાગર સાહેબે આપી હતી.
તેમજ કાર્યક્રમની તમામ આભાર વિધિ ડો સતીશ નાગર સાહેબે કરી હતી ઉપરાંત આ કાર્યક્રમમાં લગભગ 50 થી વધુ સ્વયંસેવકો અને 200 દિવસ શાળાના બાળકો તેમજ શાળા પરિવાર કોલેજ પરિવાર માંથી ડો અર્ચના યાદવ અને ડૉ અમીત મહેતા અન્ય ગામના લોકો વોર્ડના સભ્યો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ સંચાલન ઉમેશ બંજારા દ્વારા કરવામાં આવ્યું હતું અંતે બધા અલ્પાહાર લઈને છુટા પડ્યા હતા.

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Exit mobile version