Site icon desh 24×7

કમલ ઉર્ફે કમુ સિંધી 21 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત વોન્ટેડ બુટલેગર બાતમીના આધારે ઝડપાયો

વડોદરા શહેરમાં ગત આઠ જાન્યુઆરીએ બાપોદ પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા શહેરના આજવા રોડ રામદેવ નગર પાસે એક i20 કારમાં વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે ગુનામાં આરોપી સચિન ઉર્ફે સલંગ ડાયાભાઈ પરમારની ધરપકડ કરીને કમલ ઉર્ફે કમુ તોલાણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

આ ગુનામાં છેલ્લા એક મહિનાથી નાસ્તા ફરતા આરોપી કમલ ઉર્ફે કમુ તોલાણીની શોધખોળ પોલીસે હાથ ધરી હતી. જેમાં વડોદરા શહેર પીસીબી શાખાને બાતમી મળી હતી કે, ભાગેડુ આરોપી કમલ ઉર્ફે કમુ તોલાણી વારસિયા વિસ્તારમાં લીલાશા હોલ પાસે આવનાર છે. જે આધારે પોલીસે વોચ ગોઠવીને કમલ ઉર્ફે કમુ તોલાણીની ધરપકડ કરી હતી.

બુટલેગર કમલ તોલાણી વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકોમાં કુલ 21 જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હતો. જ્યારે પીસીબી શાખાએ બાપોદ પોલીસ સ્ટેશનના ગુનામાં તેની ધરપકડ કરીને બાપોદ પોલીસને હવાલે કર્યો છે.

Exit mobile version