
સંતરામપુર નગરના વાડી વિસ્તારમાં આવેલ ત્રણ રસ્તા ચોકડી પાસે તથા આઝાદ મેદાન ભોઈવાડા જવાના માર્ગ પાસે લાંબા સમયથી ગતર ઉપરની જાડી લાંબા સમયથી તુટેલી હાલતમા હોવાથી એક જાગૃત નાગરિક દ્વારા ચીફ ઓફીસર ને લેખિતમાં રજુઆત કરવામાં આવી
સંતરામપુર નગરના વાડી વિસ્તારમાં આવેલ ત્રણ રસ્તા ચોકડી પાસે તથા આઝાદ મેદાન ભોઈવાડા જવાના માર્ગ પાસે લાંબા સમયથી ગતર ઉપરની જાડી લાંબા સમયથી તુટેલી હાલતમા હોવાથી આ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓ તથા વાહન ચાલકો થયા હેરાન પરેશાન જેમાં આ વિસ્તારમાં તમામને ગટર ની જાડી તુટેલી હાલતમા હોવાથી આવવા જવામાં ભારે તકલીફ વેઠવી ને જવું પડી રહેલ છે. અને સાથે નગરજનો તથા રાહદારીઓ ને વાહન ચાલકો મજુબુર બન્યા છે.
આ 2 વિસ્તાર માં ગટર ઉપરની જાડી આજથી લાંબા સમય પહેલા હી હોવાથી અગાઉ પણ સંતરામપુર ના જાગૃત્ત નાગરિકો દ્વારા સંતરામપુર નગર પાલિકા ચીફ ઓફીસર ને લેખિત તથા ટેલીફોનીક રજુઆતો કરવા છતા આજદિન સુઘી ચીફ ઓફીસર દ્રારા આ વિસ્તાર નું કામ કરાવવામાં આવેલ નથી.
જેથી આજરોજ ફરી સંતરામપુરમાં રહેતા એક જાગૃત્ત નાગરિક અને પત્રકાર તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલા દ્વારા સંતરામપુર નગર પાલિકા ચીફ ઓફીસર ને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જે આ રજુઆત જવાબદાર સંતરામપુર નગર પાલિકા ચીફ ઓફીસર દ્રારા જરૂરી સુચના કરી કામ કરાવામાં આવશે કે નહી તે જોવાનું રહ્યું
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત.
