પાટણ પાલિકાએ રખડતા ઢોરને છોડી દીધા સોસાયટીમાં સ્થાનિકોએ એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો
રખડતા ઢોરના ત્રાસને લઈ લોકો હેરાન તો છે જ,તો પાટણ નગરપાલિકાએ આજે સવારમા એવુ કામ કર્યુ કે તમે પણ જાણીને વિચારમા પડી જશો.જી હા પાટણના વાળીનાથ ચોક પાસેની પ્રગતિ રેસિડેન્સીમા અચાનક પાલિકાનુ ટ્રેકટર ઢોર ભરીને આવ્યુ અને ઢોરને જાહેરમા જ છોડી મૂકયા,તો બીજી તરફ સ્થાનિકો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ચકમક થઈ. ખુલ્લા ઢોરને જોઈ સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા હતા.પાટણની નગરપાલિકાની મહાન કામગીરી આપને જણાવી દઈએ કે, પાટણની વાળીનાથ ચોક પાસે આવેલી પ્રગતી રેસિડેન્સીમા સવારના સમયે પાલિકાનુ ટ્રેકટર અચાનક ઢોરને લઈ સોસાયટીમા પ્રવેશે છે, અને ત્યારબાદ ઢોરને ખુલ્લા મુકી દે છે,પાલિકાએ ઢોરવાડાની જગ્યાએ સોસાયટીમા કેમ ઢોર છોડયા તેવો પણ મનમા એક સવાલ છે,પાલિકાને એમ હશે કે અમને કયા કોઈ બોલશે,પણ એમને ખબર નથી કે આ સોસાયટીના લોકોએ ઢોરનો વિરોધ કર્યો જેના કારણે પાલિકા ઢોરને લઈ રવાના થઈ
અચાનક
