Site icon desh 24×7

તરણેતર ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તોની ભીડ

તરણેતર : આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે વહેલી સવારથી જ તરણેતર ખાતે ભક્તોનો તાંતો જોવા મળ્યો હતો. ભક્તજનો ભગવાન શંકરના દર્શન અને પૂજા-અર્ચના કરવા માટે દૂર-દૂરથી તરણેતર ખાતે પહોંચ્યા હતા.મંદિર પરિસરમાં “બોલ બમ”, “હર હર મહાદેવ” ના ઉલ્લાસભેર નાદ સાથે ધાર્મિક વાતાવરણ છવાયું હતું. ભક્તોએ શ્રદ્ધાભાવથી અભિષેક, રુદ્રપાઠ તથા વિવિધ ધાર્મિક વિધિઓ કરી ભગવાન મહાદેવને પ્રાર્થના અર્પી.સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ દિવસભર મંદિર ખાતે દર્શનનો લાભ લીધો હતો. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારને વિશેષ મહત્ત્વ હોય છે, જેમાં અંતિમ સોમવારને શુભ માનવામાં આવે છે.

Exit mobile version