Site icon desh 24×7

નાચતા- નાચતા ઢળી પડ્યા અને મોત ને ભેટ્યા

સુરતઃ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર ધુલિયા ના વતની અને હાલ ડીંડોલી નવાગામ માં આવેલ શ્રી હરિનગર માં કાંતિલાલ માલી ઉ. વ.56 જે પરિવાર સાથે રહેતા હતા. કાંતિલાલ ધાગા કટિંગ માં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હતા. કાંતિલાલ નાં બીજા નંબરના પુત્ર લખનની રવિવારે પીઠી ની વિધિ હતી. જેથી તે પ્રસંગમાં કાંતિલાલ પરિવાર સાથે નાચતા હતા. તે દરમિયાન નાચતા – નાચતા કાંતિલાલ બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Exit mobile version