Site icon desh 24×7

વરાછા રોડ મીની બજાર મા જાડ તુટી પડતાં વાહનો દબાયા

મળતી માહિતી મુજબ મીની બજાર વિસ્તારમાં આવેલ ડાયમંડ વર્લ્ડ ની સામે રોડ સાઈડ પર રત્નકલાકારોએ તેમની મોટરસાયકલ તથા મોપેડ પાર્ક કરે છે. દરમિયાન ગુરુવારે સવારે પાર્ક કરેલા વાહન પર અચાનક ઝાડની ડાળીઓ પડી હતી. આ ઘટના ની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે ઝાડની ડાળીઓ કાપી ને મોટરસાયકલ અને મોપેડ બહાર કાઢી હતી. પાર્ક કરેલા વાહનો ને નુકસાન થયું હતું.

Exit mobile version