Site icon desh 24×7

જુથ અથડામણ માં એક મહિલાનું મોત

શહેરના વસ્ત્રાપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થવાના સમાચાર મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક જ કોમના બે જૂથ આમને સામને આવ્યા હતા. ત્યાર બાદ બન્ને વચ્ચે પથ્થમારો સર્જાયો હતો. જેને લઈને એક મહિલાનું મોત પણ નીપજ્યું છે.

તથા સમય પર વાત થઈ કે , પથ્થરમારાની ઘટનાનો મેસેજ મળતા જ વસ્ત્રાપુર પોલીસની આઠથી વધુ ગાડીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. PI, ACP અને DCP કક્ષાના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, અહીં આવેલા રાધે કૃષ્ણ મંદિરમાં દર પાંચ વર્ષે થતાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણ નામ લખાવવા બાબતે મામલો બગડ્યો હતો. જેમાં બે જૂથના ૨૦ થી વધુ માણસો સામ સામે આવી ગયા હતા અને ત્યાર બાદ પથ્થરમારો થયો હતો.

Exit mobile version