Site icon desh 24×7

અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાં લોકસભા ચૂંટણી અનુલક્ષીને ફ્લેગ માર્ચ યોજાઇ….

અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાં લોકસભા ચૂંટણી અનુલક્ષીને ફ્લેગ માર્ચ યોજાઇ….

રાજુલા શહેરમાં લોકસભાની ચુંટણીને અનુલક્ષીને ફ્લેગ માર્ચનું આયોજન કરવામા આવ્યું હતું. આ ફ્લેગ માર્ચ રાજુલા પોલીસ તેમજ આર.પી.એફ(રેલ્વે પ્રોટક્શન ફોર્સ) દ્વારા લોકસભા ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફ્લેટ માર્ચ યોજાઇ હતી. જેમા રાજુલા શહેરનાં પોલીસ સ્ટેશન થી આગરીયા જકાતનાકા તેમજ ધાચીંવાડ, જુના સ્વામીનારાયણ મંદિર વિસ્તાર, હવેલી ચોક, મેઇન બજાર, ટાવર રોડ, માર્કેટીંગ યાર્ડ સહિતના મુખ્ય માર્ગો પર પોલીસ અને આર.પી.એફ જવાનોના કાફલા સાથે યોજાઇ હતી. આ તકે પીઆઇ આઇ.જે.ગીડા તેમજ પોલીસ સ્ટાફ સહિત આર.પી.એફ જવાનો જોડાયા હતાં…

Exit mobile version