પાટણ શહેરમાં આવેલી જનતા હોસ્પિટલ નજીક આવેલા કેશવલાલ સેન્ટર નામના માર્કેટના ત્રીજા માળે સોલાર પ્લાન્ટ મા કોઈ કારણસર આગ લાગતાં અને આગની જ્વાળાઓ બાજુમાં રહેલ સ્ટોર રૂમમાં પડેલ પુઠા અને થરમોકોલ વેસ્ટ
આ આગની ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેરના જનતા હોસ્પિટલ સામે આવેલ કેશવલાલ સેન્ટર ના ત્રીજા માળે ધાબા પર લગાવેલી પ્લાન્ટમાં અગમ્ય કારણોસર ગુરુવારની બપોરે કોઈ કારણસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. સોલાર પ્લાન્ટમાં લાગેલી આગની જ્વાળાઓ બાજુમાં આવેલા સ્ટોર રૂમમાં પડેલ પૂઠા અને થરમોકોલ ના વેસ્ટ કચરામાં હડકતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને પાટણ પાલિકાની ફાયર વિભાગની ટીમે અડધો કલાકની ભારે જહેમત બાદ મહામુસીબતે કાબુમાં લેતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી જોકે આ આગના બનાવમાં સોલાર પ્લાન્ટ સહિત અન્ય વસ્તુઓ બળી જતાં મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જનતા હોસ્પિટલ નજીક કેશવલાલ સેન્ટરમાં લાગેલી આગના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
